المرسلات

تفسير سورة المرسلات

الترجمة الغوجراتية

ગુજરાતી

الترجمة الغوجراتية

ترجمة معاني القرآن الكريم للغة الغوجراتية ترجمها رابيلا العُمري رئيس مركز البحوث الإسلامية والتعليم - نادياد جزرات ، نشرتها مؤسسة البر - مومباي 2017

﴿بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ وَالْمُرْسَلَاتِ عُرْفًا﴾

૧) દિલ ખૂશ કરી નાખનારી હવાઓના સોગંદ.

﴿فَالْعَاصِفَاتِ عَصْفًا﴾

૨) પછી તીવ્ર હવાઓના સોગંદ.

﴿وَالنَّاشِرَاتِ نَشْرًا﴾

૩) પછી ઉકસાવીને વેરવિખેર કરનારના સોગંદ.

﴿فَالْفَارِقَاتِ فَرْقًا﴾

૪) પછી સત્ય અને અસત્ય ને જૂદા કરી નાખનાર.

﴿فَالْمُلْقِيَاتِ ذِكْرًا﴾

૫) અને વહી લાવનારા ફરિશ્તાઓના સોગંદ.

﴿عُذْرًا أَوْ نُذْرًا﴾

૬) જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે.

﴿إِنَّمَا تُوعَدُونَ لَوَاقِعٌ﴾

૭) જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે તે નિ:શંક થઇને રહેશે.

﴿فَإِذَا النُّجُومُ طُمِسَتْ﴾

૮) બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે.

﴿وَإِذَا السَّمَاءُ فُرِجَتْ﴾

૯) અને જ્યારે આકાશ તોડી ફોડી નાખવામાં આવશે.

﴿وَإِذَا الْجِبَالُ نُسِفَتْ﴾

૧૦) અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે.

﴿وَإِذَا الرُّسُلُ أُقِّتَتْ﴾

૧૧) અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે.

﴿لِأَيِّ يَوْمٍ أُجِّلَتْ﴾

૧૨) કેવા દિવસ માટે (આ બધાને) લંબાવવામાં આવ્યા છે ?

﴿لِيَوْمِ الْفَصْلِ﴾

૧૩) નિર્ણયના દિવસ માટે

﴿وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الْفَصْلِ﴾

૧૪) અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે ?

﴿وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ﴾

૧૫) તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

﴿أَلَمْ نُهْلِكِ الْأَوَّلِينَ﴾

૧૬) શું અમે પૂર્વજોને વિનાશ નથી કર્યા ?

﴿ثُمَّ نُتْبِعُهُمُ الْآخِرِينَ﴾

૧૭) ફરી અમે તેમના પછી બીજાને લાવ્યા.

﴿كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ﴾

૧૮) અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ.

﴿وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ﴾

૧૯) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

﴿أَلَمْ نَخْلُقْكُمْ مِنْ مَاءٍ مَهِينٍ﴾

૨૦) શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા.

﴿فَجَعَلْنَاهُ فِي قَرَارٍ مَكِينٍ﴾

૨૧) પછી અમે તેમને મજબૂત અને સુરક્ષીત જગ્યાએ રાખ્યો.

﴿إِلَىٰ قَدَرٍ مَعْلُومٍ﴾

૨૨) એક નક્કી કરેલ સમય સુધી.

﴿فَقَدَرْنَا فَنِعْمَ الْقَادِرُونَ﴾

૨૩) પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે.

﴿وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ﴾

૨૪) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

﴿أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا﴾

૨૫) શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી ?

﴿أَحْيَاءً وَأَمْوَاتًا﴾

૨૬) જીવિત લોકોને પણ અને મૃતકોને પણ.

﴿وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُمْ مَاءً فُرَاتًا﴾

૨૭) અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું.

﴿وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ﴾

૨૮) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

﴿انْطَلِقُوا إِلَىٰ مَا كُنْتُمْ بِهِ تُكَذِّبُونَ﴾

૨૯) તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા.

﴿انْطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ﴾

૩૦) ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ.

﴿لَا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ﴾

૩૧) જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે.

﴿إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ﴾

૩૨) નિ:શંક જહન્નમ જવાળાઓ ફેંકે છે. જે મહેલો જેવી છે.

﴿كَأَنَّهُ جِمَالَتٌ صُفْرٌ﴾

૩૩) જાણે કે તે પીળા ઊંટો છે.

﴿وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ﴾

૩૪) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

﴿هَٰذَا يَوْمُ لَا يَنْطِقُونَ﴾

૩૫) આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી પણ નહીં શકે.

﴿وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ﴾

૩૬) ન તેમને તક આપવામાં આવશે.

﴿وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ﴾

૩૭) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

﴿هَٰذَا يَوْمُ الْفَصْلِ ۖ جَمَعْنَاكُمْ وَالْأَوَّلِينَ﴾

૩૮) આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે.

﴿فَإِنْ كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ﴾

૩૯) બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં.

﴿وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ﴾

૪૦) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

﴿إِنَّ الْمُتَّقِينَ فِي ظِلَالٍ وَعُيُونٍ﴾

૪૧) નિ:શંક ડરવાવાળા છાંયડામાં છે. અને વહેતા ઝરણા પાસે.

﴿وَفَوَاكِهَ مِمَّا يَشْتَهُونَ﴾

૪૨) અને તે ફળો પાસે જેની તેઓ ઇચ્છા કરશે.

﴿كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنْتُمْ تَعْمَلُونَ﴾

૪૩) (જન્નતીઓ) ખાવો પીવો મજાથી, પોતે કરેલા કાર્યોના બદલામાં.

﴿إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ﴾

૪૪) નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.

﴿وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ﴾

૪૫) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

﴿كُلُوا وَتَمَتَّعُوا قَلِيلًا إِنَّكُمْ مُجْرِمُونَ﴾

૪૬) (હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડુંક ખાઇ લો અને લાભ ઉઠાવી લો નિ:શંક તમે પાપી છો.

﴿وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ﴾

૪૭) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

﴿وَإِذَا قِيلَ لَهُمُ ارْكَعُوا لَا يَرْكَعُونَ﴾

૪૮) તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો નથી કરતા.

﴿وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ﴾

૪૯) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

﴿فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ﴾

૫૦) હવે આ કુરઆન પછી કેવી વાત પર ઇમાન લાવશો ?

الترجمات والتفاسير لهذه السورة: