الأنفال

تفسير سورة الأنفال

الترجمة الغوجراتية

ગુજરાતી

الترجمة الغوجراتية

ترجمة معاني القرآن الكريم للغة الغوجراتية ترجمها رابيلا العُمري رئيس مركز البحوث الإسلامية والتعليم - نادياد جزرات ، نشرتها مؤسسة البر - مومباي 2017

﴿بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ يَسْأَلُونَكَ عَنِ الْأَنْفَالِ ۖ قُلِ الْأَنْفَالُ لِلَّهِ وَالرَّسُولِ ۖ فَاتَّقُوا اللَّهَ وَأَصْلِحُوا ذَاتَ بَيْنِكُمْ ۖ وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ﴾

૧) આ લોકો તમને ગનીમત (યુદ્ધ પછી મળેલો માલ) વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આ ગનીમતો અલ્લાહ માટે છે અને પયગંબર માટે છે, તો તમે અલ્લાહથી ડરો અને પોતાના અંદરોઅંદરના સંબંધોને સુધારો અને અલ્લાહ તઆલા અને તેના પયગંબરનું અનુસરણ કરો, જો તમે ઈમાન ધરાવતા હોય.

﴿إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ إِذَا ذُكِرَ اللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَإِذَا تُلِيَتْ عَلَيْهِمْ آيَاتُهُ زَادَتْهُمْ إِيمَانًا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ﴾

૨) હાં, ઈમાનવાળાઓ તો એવા હોય છે કે જ્યારે અલ્લાહ તઆલાના નામનું સ્મરણ સાંભળે છે તો તેઓના હૃદય ડરી જાય છે અને જ્યારે અલ્લાહ તઆલાની આયતો તેમની સમક્ષ પઢી સંભળાવવામાં આવે છે તો, તે આયતો તેઓના ઈમાનમાં વધારો કરી દે છે અને તે લોકો પોતાના પાલનહાર પર ભરોસો કરે છે.

﴿الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنْفِقُونَ﴾

૩) જેઓ નમાઝ કાયમ કરે છે અને અમે તેઓને જે કંઈ પણ આપ્યું છે તેઓ તેમાંથી દાન કરે છે.

﴿أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا ۚ لَهُمْ دَرَجَاتٌ عِنْدَ رَبِّهِمْ وَمَغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ﴾

૪) સાચા ઈમાનવાળાઓ આ લોકો છે, તેઓ માટે ઊંચા દરજ્જા છે પોતાના પાલનહાર પાસે, તથા માફી અને ઇજજતવાળી રોજી છે.

﴿كَمَا أَخْرَجَكَ رَبُّكَ مِنْ بَيْتِكَ بِالْحَقِّ وَإِنَّ فَرِيقًا مِنَ الْمُؤْمِنِينَ لَكَارِهُونَ﴾

૫) જેવું કે તમારા પાલનહારે તમને તમારા ઘરેથી સત્ય સાથે રવાના કર્યા અને મુસલમાનોના એક જૂથને તે પસંદ ન હતું.

﴿يُجَادِلُونَكَ فِي الْحَقِّ بَعْدَمَا تَبَيَّنَ كَأَنَّمَا يُسَاقُونَ إِلَى الْمَوْتِ وَهُمْ يَنْظُرُونَ﴾

૬) તેઓ તે સત્ય વિશે, જે સ્પષ્ટ થઇ ગયા પછી, તમારી સાથે એવી રીતે ઝઘડો કરી રહ્યા હતા કે જેવું કે તેમને કોઇ મૃત્યુ તરફ હાંકતા હોય અને તેઓ જોઇ રહ્યા હોય.

﴿وَإِذْ يَعِدُكُمُ اللَّهُ إِحْدَى الطَّائِفَتَيْنِ أَنَّهَا لَكُمْ وَتَوَدُّونَ أَنَّ غَيْرَ ذَاتِ الشَّوْكَةِ تَكُونُ لَكُمْ وَيُرِيدُ اللَّهُ أَنْ يُحِقَّ الْحَقَّ بِكَلِمَاتِهِ وَيَقْطَعَ دَابِرَ الْكَافِرِينَ﴾

૭) અને તમે તે સમયને યાદ કરો, જ્યારે અલ્લાહએ તમને તે બન્ને જૂથ માંથી એકને વચન આપ્યું હતું કે તે તમને મળી જાય અને તમે તે આશા કરતા હતા કે હથિયાર વગરનું જૂથ તમને મળી જાય, અને અલ્લાહ તઆલા એવું ઇચ્છતો હતો કે પોતાના આદેશ વડે સત્યનું સત્ય હોવું સાબિત કરી દે અને તે ઇન્કાર કરનારાઓની જડ કાપી નાખે.

﴿لِيُحِقَّ الْحَقَّ وَيُبْطِلَ الْبَاطِلَ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ﴾

૮) જેથી સત્યનું સત્ય હોવું અને અસત્યનું અસત્ય હોવું સાબિત કરી દે, ભલેને આ અપરાધીઓ પસંદ ન કરે.

﴿إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ أَنِّي مُمِدُّكُمْ بِأَلْفٍ مِنَ الْمَلَائِكَةِ مُرْدِفِينَ﴾

૯) તે સમયને યાદ કરો જ્યારે કે તમે પોતાના પાલનહાર સામે ફરિયાદ કરી રહ્યા હતા, પછી અલ્લાહ તઆલાએ તમારી (ફરિયાદ) સાંભળી લીધી, કે હું તમારી એક હજાર ફરિશ્તાઓ વડે મદદ કરીશ, જે સતત આવતા રહેશે.

﴿وَمَا جَعَلَهُ اللَّهُ إِلَّا بُشْرَىٰ وَلِتَطْمَئِنَّ بِهِ قُلُوبُكُمْ ۚ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِنْدِ اللَّهِ ۚ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ﴾

૧૦) અને અલ્લાહ તઆલાએ આ મદદ ફકત એટલા માટે કરી કે ખુશખબર આપે અને જેથી તમારા મનને શાંતિ મળે અને મદદ ફકત અલ્લાહ તરફથી જ છે, જે જબરદસ્ત હિકમતવાળો છે.

﴿إِذْ يُغَشِّيكُمُ النُّعَاسَ أَمَنَةً مِنْهُ وَيُنَزِّلُ عَلَيْكُمْ مِنَ السَّمَاءِ مَاءً لِيُطَهِّرَكُمْ بِهِ وَيُذْهِبَ عَنْكُمْ رِجْزَ الشَّيْطَانِ وَلِيَرْبِطَ عَلَىٰ قُلُوبِكُمْ وَيُثَبِّتَ بِهِ الْأَقْدَامَ﴾

૧૧) તે સમયને યાદ કરો જ્યારે અલ્લાહ તમને ઊંઘાડી રહ્યો હતો, પોતાના તરફથી શાંતિ આપવા માટે અને તમારા પર આકાશ માંથી પાણી વરસાવી રહ્યો હતો કે તે પાણી વડે તમને પવિત્ર કરી દે અને તમારા (હૃદયો) માંથી શેતાની વિચારને નષ્ટ કરી દે અને તમારા હૃદયોને મજબૂત કરી દે અને તમારા પગ અડગ કરી દે.

﴿إِذْ يُوحِي رَبُّكَ إِلَى الْمَلَائِكَةِ أَنِّي مَعَكُمْ فَثَبِّتُوا الَّذِينَ آمَنُوا ۚ سَأُلْقِي فِي قُلُوبِ الَّذِينَ كَفَرُوا الرُّعْبَ فَاضْرِبُوا فَوْقَ الْأَعْنَاقِ وَاضْرِبُوا مِنْهُمْ كُلَّ بَنَانٍ﴾

૧૨) તે સમયને યાદ કરો જ્યારે તમારો પાલનહાર ફરિશ્તાઓને આદેશ આપી રહ્યો હતો કે હું તમારો મિત્ર છું, તો તમે ઈમાનવાળાઓની હિંમત વધારો, હમણા જ ઇન્કાર કરનારાઓના હૃદયોમાં ભય નાખી દઉં છું, તો તમે ગળા પર મારો અને તેઓના સાંધાઓ પર પ્રહાર કરો.

﴿ذَٰلِكَ بِأَنَّهُمْ شَاقُّوا اللَّهَ وَرَسُولَهُ ۚ وَمَنْ يُشَاقِقِ اللَّهَ وَرَسُولَهُ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ﴾

૧૩) આ તે વાતની સજા છે કે તેઓએ અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કર્યો અને જે અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરે છે તેને ખરેખર અલ્લાહ તઆલા સખત સજા આપનાર છે.

﴿ذَٰلِكُمْ فَذُوقُوهُ وَأَنَّ لِلْكَافِرِينَ عَذَابَ النَّارِ﴾

૧૪) હવે આ સજાનો (સ્વાદ) ચાખો અને જાણી લો કે ઇન્કાર કરનારાઓ માટે જહન્નમની યાતના નક્કી જ છે.

﴿يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمُ الَّذِينَ كَفَرُوا زَحْفًا فَلَا تُوَلُّوهُمُ الْأَدْبَارَ﴾

૧૫) હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે ઇન્કાર કરનારાઓ ની સામે આવી જાવ તો, તેઓને પીઠ ન બતાવો.

﴿وَمَنْ يُوَلِّهِمْ يَوْمَئِذٍ دُبُرَهُ إِلَّا مُتَحَرِّفًا لِقِتَالٍ أَوْ مُتَحَيِّزًا إِلَىٰ فِئَةٍ فَقَدْ بَاءَ بِغَضَبٍ مِنَ اللَّهِ وَمَأْوَاهُ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ﴾

૧૬) અને જે વ્યક્તિ તે સમયે પીઠ બતાવશે, પરંતુ હાં જે લડાઇ માટે કોઇ યુક્તિ કરતો હોય અથવા જે (પોતાના) જૂથ તરફ શરણ ઇચ્છતો હોય, તેના માટે છૂટ છે, તે વગર જે કોઇ પણ આવું કરશે તેના પર અલ્લાહનો ગુસ્સો ઉતરશે અને તેનું ઠેકાણું જહન્નમ હશે, તે ઘણી જ ખરાબ જગ્યા છે.

﴿فَلَمْ تَقْتُلُوهُمْ وَلَٰكِنَّ اللَّهَ قَتَلَهُمْ ۚ وَمَا رَمَيْتَ إِذْ رَمَيْتَ وَلَٰكِنَّ اللَّهَ رَمَىٰ ۚ وَلِيُبْلِيَ الْمُؤْمِنِينَ مِنْهُ بَلَاءً حَسَنًا ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ﴾

૧૭) તો તમે તેઓને કતલ નથી કર્યા પરંતુ અલ્લાહએ તેમને કતલ કર્યા, અને તમે મુઠ્ઠી ભરીને માટી નથી ફેંકી પરંતુ તે અલ્લાહએ ફેંકી છે અને જેથી મુસલમાનોને પોતાની તરફથી તેઓની મહેનતનો બદલો આપે. નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ સાંભળનાર, ખૂબ જાણનાર છે.

﴿ذَٰلِكُمْ وَأَنَّ اللَّهَ مُوهِنُ كَيْدِ الْكَافِرِينَ﴾

૧૮) (એક વાત તો) આવી થઇ અને (બીજી વાત આ છે) અલ્લાહ તઆલાને ઇન્કાર કરનારાઓની યુક્તિને નિર્બળ કરવી હતી.

﴿إِنْ تَسْتَفْتِحُوا فَقَدْ جَاءَكُمُ الْفَتْحُ ۖ وَإِنْ تَنْتَهُوا فَهُوَ خَيْرٌ لَكُمْ ۖ وَإِنْ تَعُودُوا نَعُدْ وَلَنْ تُغْنِيَ عَنْكُمْ فِئَتُكُمْ شَيْئًا وَلَوْ كَثُرَتْ وَأَنَّ اللَّهَ مَعَ الْمُؤْمِنِينَ﴾

૧૯) જો તમે લોકો ફેંસલો ઇચ્છતા હોય તો તે ફેંસલો તમારી સામે જ છે, અને જો અળગા રહો તો આ તમારા માટે ઉત્તમ છે, અને જો તમે ફરી તે જ કાર્ય કરશો તો અમે પણ ફરી તે જ કરીશું અને તમારી એકતા તમને કંઈ પણ ફાયદો નહીં પહોંચાડે, ભલેને કેટલીય પ્રબળ હોય અને ખરેખર વાત એવી છે કે અલ્લાહ તઆલા ઈમાનવાળાઓની સાથે છે.

﴿يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَوَلَّوْا عَنْهُ وَأَنْتُمْ تَسْمَعُونَ﴾

૨૦) હે ઈમાનવાળાઓ ! અલ્લાહ અને તેના પયગંબરનું કહેવું માનો સાંભળવા-જાણવા છતાં અને તેમની અવગણના ન કરો.

﴿وَلَا تَكُونُوا كَالَّذِينَ قَالُوا سَمِعْنَا وَهُمْ لَا يَسْمَعُونَ﴾

૨૧) અને તમે તે લોકો જેવા ન થઇ જાવ, જે લોકો દાવો તો કરે છે કે અમે સાંભળી લીધું જો કે તેઓ સાંભળતા નથી.

﴿۞ إِنَّ شَرَّ الدَّوَابِّ عِنْدَ اللَّهِ الصُّمُّ الْبُكْمُ الَّذِينَ لَا يَعْقِلُونَ﴾

૨૨) નિ:શંક સર્જન માંથી સૌથી ખરાબ અલ્લાહની નજીક તે લોકો છે, જેઓ બહેરા છે અને મૂંગા છે, જો કે (થોડુંક) પણ નથી સમજતા.

﴿وَلَوْ عَلِمَ اللَّهُ فِيهِمْ خَيْرًا لَأَسْمَعَهُمْ ۖ وَلَوْ أَسْمَعَهُمْ لَتَوَلَّوْا وَهُمْ مُعْرِضُونَ﴾

૨૩) અને જો અલ્લાહ તઆલા તેમનામાં કોઈ ભલાઈ જોતો તો તેઓને સાંભળવાની સદબુદ્ધિ આપી દેત અને જો તેમને હવે સંભળાવી દે તો જરૂર લાપરવાહી સાથે અવગણના કરશે.

﴿يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَجِيبُوا لِلَّهِ وَلِلرَّسُولِ إِذَا دَعَاكُمْ لِمَا يُحْيِيكُمْ ۖ وَاعْلَمُوا أَنَّ اللَّهَ يَحُولُ بَيْنَ الْمَرْءِ وَقَلْبِهِ وَأَنَّهُ إِلَيْهِ تُحْشَرُونَ﴾

૨૪) હે ઈમાનવાળાઓ ! તમે અલ્લાહ અને તેના પયગંબરનું કહેવું માનો, જ્યારે પયગંબર તમને જીવન પ્રદાન કરતી વસ્તુ તરફ બોલાવે, અને જાણી લો કે અલ્લાહ તઆલા માનવી અને તેના હૃદયની વચ્ચે પડદો બની જાય છે અને ખરેખર તમને અલ્લાહ પાસે જ ભેગા થવાનું છે.

﴿وَاتَّقُوا فِتْنَةً لَا تُصِيبَنَّ الَّذِينَ ظَلَمُوا مِنْكُمْ خَاصَّةً ۖ وَاعْلَمُوا أَنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ﴾

૨૫) અને તમે એવા ઉપદ્રવથી બચો, કે જેની આફત વિશેષ તે જ લોકો માટે નહીં હોય, જેમણે તમારા માંથી પાપ કર્યા હોય અને આ જાણી લો કે અલ્લાહ સખત સજા આપનાર છે.

﴿وَاذْكُرُوا إِذْ أَنْتُمْ قَلِيلٌ مُسْتَضْعَفُونَ فِي الْأَرْضِ تَخَافُونَ أَنْ يَتَخَطَّفَكُمُ النَّاسُ فَآوَاكُمْ وَأَيَّدَكُمْ بِنَصْرِهِ وَرَزَقَكُمْ مِنَ الطَّيِّبَاتِ لَعَلَّكُمْ تَشْكُرُونَ﴾

૨૬) અને તે પરિસ્થિતિને યાદ કરો જ્યારે તમે ધરતી પર ઓછા હતા, નિર્બળ ગણાતા હતા, એ ભયમાં રહેતા હતા કે તમને લોકો લૂંટી ન લે, તો અલ્લાહએ તમને રહેવા માટે જગ્યા આપી અને તમને પોતાની મદદ વડે શક્તિ આપી અને તમને ઉત્તમ વસ્તુઓ આપી જેથી તમે આભાર વ્યક્ત કરો.

﴿يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَخُونُوا اللَّهَ وَالرَّسُولَ وَتَخُونُوا أَمَانَاتِكُمْ وَأَنْتُمْ تَعْلَمُونَ﴾

૨૭) હે ઈમાનવાળાઓ ! તમે અલ્લાહ અને તેના પયગંબર (ના અધિકારો)ને જાણવા છતાં દગો ન કરો અને પોતાની અમાનતોમાં વિશ્વાસઘાત ન કરો.

﴿وَاعْلَمُوا أَنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ وَأَنَّ اللَّهَ عِنْدَهُ أَجْرٌ عَظِيمٌ﴾

૨૮) અને તમે તે વાતને જાણી લો કે તમારું ધન અને તમારી સંતાન એક કસોટી છે અને તે વાતને પણ જાણી લો કે અલ્લાહ તઆલા પાસે પુષ્કળ બદલો છે.

﴿يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنْ تَتَّقُوا اللَّهَ يَجْعَلْ لَكُمْ فُرْقَانًا وَيُكَفِّرْ عَنْكُمْ سَيِّئَاتِكُمْ وَيَغْفِرْ لَكُمْ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ﴾

૨૯) હે ઈમાનવાળાઓ ! જો તમે અલ્લાહથી ડરતા રહેશો તો, અલ્લાહ તઆલા તમને એક ફેંસલો કરવાની શક્તિ આપશે અને તમારાથી તમારા પાપોને દૂર કરી દેશે અને તમને માફ કરી દેશે અને અલ્લાહ તઆલા ઘણો જ કૃપાળુ છે.

﴿وَإِذْ يَمْكُرُ بِكَ الَّذِينَ كَفَرُوا لِيُثْبِتُوكَ أَوْ يَقْتُلُوكَ أَوْ يُخْرِجُوكَ ۚ وَيَمْكُرُونَ وَيَمْكُرُ اللَّهُ ۖ وَاللَّهُ خَيْرُ الْمَاكِرِينَ﴾

૩૦) અને તે વાતનું પણ વર્ણન કરો, જ્યારે ઇન્કાર કરનારાઓએ તમારા માટે યુક્તિ કરી રહ્યા હતા, કે તમને કેદી બનાવી લે, અથવા તમને કતલ કરી દે અથવા તમને દેશનિકાલ કરી દે અને તે તો પોતાની યુક્તિ કરી રહ્યા હતા અને અલ્લાહ પોતાની યુક્તિ કરી રહ્યો હતો અને સૌથી વધારે મજબૂત યુક્તિ કરનાર અલ્લાહ જ છે.

﴿وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا قَالُوا قَدْ سَمِعْنَا لَوْ نَشَاءُ لَقُلْنَا مِثْلَ هَٰذَا ۙ إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ﴾

૩૧) અને જ્યારે તેઓની સમક્ષ અમારી આયતોનું વર્ણન કરવામાં આવે છે તો કહે છે કે અમે સાંભળી લીધું, જો અમે ઇચ્છીએ તો તેના જેવું જ અમે પણ કહી બતાવીએ, આ તો કંઈ પણ નથી, આ તો ફકત પૂર્વજોની ઘડેલી વાતો છે.

﴿وَإِذْ قَالُوا اللَّهُمَّ إِنْ كَانَ هَٰذَا هُوَ الْحَقَّ مِنْ عِنْدِكَ فَأَمْطِرْ عَلَيْنَا حِجَارَةً مِنَ السَّمَاءِ أَوِ ائْتِنَا بِعَذَابٍ أَلِيمٍ﴾

૩૨) અને જ્યારે તે લોકોએ કહ્યું કે હે અલ્લાહ ! જો આ કુરઆન તમારા તરફથી અવતરિત કરેલ હોય તો અમારા પર આકાશ માંથી પથ્થરો વરસાવ, અથવા અમારા માટે કોઇ દુ:ખદાયી પ્રકોપ ઉતાર.

﴿وَمَا كَانَ اللَّهُ لِيُعَذِّبَهُمْ وَأَنْتَ فِيهِمْ ۚ وَمَا كَانَ اللَّهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُونَ﴾

૩૩) અને અલ્લાહ તઆલા એવું નહીં કરે, તેઓને માટે તમારા હોવા છતાં પ્રકોપ ઉતારે અને અલ્લાહ તેઓને સજા નહીં આપે તેવી સ્થિતિ માં કે તેઓ માફી પણ માંગતા હોય.

﴿وَمَا لَهُمْ أَلَّا يُعَذِّبَهُمُ اللَّهُ وَهُمْ يَصُدُّونَ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَمَا كَانُوا أَوْلِيَاءَهُ ۚ إِنْ أَوْلِيَاؤُهُ إِلَّا الْمُتَّقُونَ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ﴾

૩૪) અને તેઓમાં એવી કેવી વાત છે જેના કારણે અલ્લાહ તઆલા તેમને સજા ન આપે, જો કે તે લોકો મસ્જિદે હરામમાં જવાથી રોકે છે, જ્યારે કે તે લોકો તે મસ્જિદના દેખરેખ રાખનાર નથી, તેની દેખરેખ રાખનાર ફકત ડરવાવાળા લોકો છે, પરંતુ તેઓમાં વધારે પડતા લોકો અજ્ઞાન છે.

﴿وَمَا كَانَ صَلَاتُهُمْ عِنْدَ الْبَيْتِ إِلَّا مُكَاءً وَتَصْدِيَةً ۚ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُونَ﴾

૩૫) અને તેઓની નમાઝ કાબા પાસે ફકત એ હતી , સીટીઓ મારવી અને તાળીઓ પાડવી, તો પોતાના ઇન્કારના કારણે આ યાતનાનો સ્વાદ ચાખો.

﴿إِنَّ الَّذِينَ كَفَرُوا يُنْفِقُونَ أَمْوَالَهُمْ لِيَصُدُّوا عَنْ سَبِيلِ اللَّهِ ۚ فَسَيُنْفِقُونَهَا ثُمَّ تَكُونُ عَلَيْهِمْ حَسْرَةً ثُمَّ يُغْلَبُونَ ۗ وَالَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ يُحْشَرُونَ﴾

૩૬) નિ:શંક આ ઇન્કાર કરનારાઓ પોતાના ધનને એટલા માટે ખર્ચ કરે છે કે લોકોને અલ્લાહના માર્ગથી રોકે, તો આ લોકો પોતાના ધનને ખર્ચ કરતા જ રહેશે, પછી તે ધન તેઓ માટે નિરાશાનું કારણ બની જશે. પછી હારી જશે અને ઇન્કાર કરનારાઓને જહન્નમ તરફ ભેગા કરવામાં આવશે.

﴿لِيَمِيزَ اللَّهُ الْخَبِيثَ مِنَ الطَّيِّبِ وَيَجْعَلَ الْخَبِيثَ بَعْضَهُ عَلَىٰ بَعْضٍ فَيَرْكُمَهُ جَمِيعًا فَيَجْعَلَهُ فِي جَهَنَّمَ ۚ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ﴾

૩૭) જેથી અલ્લાહ તઆલા અપવિત્ર લોકોને પવિત્ર લોકોથી અલગ કરી દે અને અપવિત્રોને એક-બીજા સાથે ભેળવી દે, બસ ! તે સૌને એકઠા કરી દે, પછી તે સૌને જહન્નમમાં નાખી દે, આવા લોકો સંપૂર્ણ નુકસાનમાં છે.

﴿قُلْ لِلَّذِينَ كَفَرُوا إِنْ يَنْتَهُوا يُغْفَرْ لَهُمْ مَا قَدْ سَلَفَ وَإِنْ يَعُودُوا فَقَدْ مَضَتْ سُنَّتُ الْأَوَّلِينَ﴾

૩૮) તમે તે ઇન્કાર કરનારાઓને કહી દો કે જો આ લોકો સુધારો કરી લે તો તેઓના બધા જ પાપ જે પહેલા કરી ચૂક્યા છે, બધા જ માફ કરી દેવામાં આવશે અને જો તેઓ પોતાની તે જ આદત રાખશે તો (ઇન્કાર કરનારાઓ) આગળના લોકો માટે કાયદો બની ગયો છે.

﴿وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ كُلُّهُ لِلَّهِ ۚ فَإِنِ انْتَهَوْا فَإِنَّ اللَّهَ بِمَا يَعْمَلُونَ بَصِيرٌ﴾

૩૯) અને તમે તેઓ સાથે ત્યાં સુધી લડાઇ કરો જ્યાં સુધી તેઓ ઉપદ્રવને છોડી ન દે અને દીન અલ્લાહનો જ થઇ જાય, પછી જો આ લોકો સુધારો કરી લે તો, અલ્લાહ તઆલા તે કાર્યોને ખૂબ જ સારી રીતે જાણે છે.

﴿وَإِنْ تَوَلَّوْا فَاعْلَمُوا أَنَّ اللَّهَ مَوْلَاكُمْ ۚ نِعْمَ الْمَوْلَىٰ وَنِعْمَ النَّصِيرُ﴾

૪૦) અને જો અવગણના કરે, તો યકીન રાખો કે અલ્લાહ તઆલા તમારો વ્યવસ્થાપક છે, અને ઘણો જ ઉત્તમ વ્યવસ્થાપક છે અને ઘણો જ ઉત્તમ મદદ કરનાર છે.

﴿۞ وَاعْلَمُوا أَنَّمَا غَنِمْتُمْ مِنْ شَيْءٍ فَأَنَّ لِلَّهِ خُمُسَهُ وَلِلرَّسُولِ وَلِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ إِنْ كُنْتُمْ آمَنْتُمْ بِاللَّهِ وَمَا أَنْزَلْنَا عَلَىٰ عَبْدِنَا يَوْمَ الْفُرْقَانِ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ﴾

૪૧) જાણી લો કે તમે જે પ્રકારની પણ ગનીમત (યુદ્ધમાં મળેલ માલ) પ્રાપ્ત કરો, તેમાંથી પાંચમો ભાગ અલ્લાહ અને તેના પયગંબર માટે છે, અને સગાં સંબંધીઓ માટે અને અનાથો તથા લાચારો માટે અને મુસાફરો માટે, જો તમે અલ્લાહ પર ઈમાન ધરાવતા હોવ અને તે વસ્તુ પર જેને અમે પોતાના બંદા પર તે દિવસે અવતરિત કર્યુ છે, જે દિવસ સત્ય અને અસત્યની વચ્ચે તફાવતનો હતો, જે દિવસે બે લશ્કર લડ્યા હતા, અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.

﴿إِذْ أَنْتُمْ بِالْعُدْوَةِ الدُّنْيَا وَهُمْ بِالْعُدْوَةِ الْقُصْوَىٰ وَالرَّكْبُ أَسْفَلَ مِنْكُمْ ۚ وَلَوْ تَوَاعَدْتُمْ لَاخْتَلَفْتُمْ فِي الْمِيعَادِ ۙ وَلَٰكِنْ لِيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا لِيَهْلِكَ مَنْ هَلَكَ عَنْ بَيِّنَةٍ وَيَحْيَىٰ مَنْ حَيَّ عَنْ بَيِّنَةٍ ۗ وَإِنَّ اللَّهَ لَسَمِيعٌ عَلِيمٌ﴾

૪૨) જ્યારે કે તમે નજીકના કિનારા પર હતા અને તેઓ દૂરના કિનારે હતા અને લશ્કરો તમારા કરતા નીચલા ભાગમાં હતા, જો તમે અંદરઅંદર વચન કરતા તો, નિ:શંક તમે નક્કી કરેલ સમય પર પહોંચવામાં મોડા પડી જતાં, પરંતુ અલ્લાહને તો એક કાર્ય કરી જ નાંખવાનું હતું, જે નક્કી થઇ ગયું હતું, જેથી જે નષ્ટ થાય તે પુરાવા સાથે થાય, અને જે જીવિત રહે તે (સત્યને પારખીને) પુરાવા સાથે જીવિત રહે, નિ:શંક અલ્લાહ ઘણો જ સાંભળનાર, ખૂબ જાણવાવાળો છે.

﴿إِذْ يُرِيكَهُمُ اللَّهُ فِي مَنَامِكَ قَلِيلًا ۖ وَلَوْ أَرَاكَهُمْ كَثِيرًا لَفَشِلْتُمْ وَلَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَلَٰكِنَّ اللَّهَ سَلَّمَ ۗ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ﴾

૪૩) જ્યારે અલ્લાહએ તમને તમારા સપનામાં તેઓની સંખ્યા ઓછી બતાવી, જો તેઓની સંખ્યા વધુ બતાવતો, તો તમે નિર્બળ પડી જાત અને આ કાર્ય વિશે અંદરઅંદર ઝઘડતા, પરંતુ અલ્લાહ તઆલાએ બચાવી લીધા, તે હૃદયોના ભેદોને ખૂબ સારી રીતે જાણે છે.

﴿وَإِذْ يُرِيكُمُوهُمْ إِذِ الْتَقَيْتُمْ فِي أَعْيُنِكُمْ قَلِيلًا وَيُقَلِّلُكُمْ فِي أَعْيُنِهِمْ لِيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا ۗ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ﴾

૪૪) જ્યારે તેણે (અલ્લાહએ) લડાઈ સમયે તેઓની સંખ્યા તમારી દૃષ્ટિએ ખૂબ ઓછી બતાવી, અને તમને તેઓની દૃષ્ટિએ ઓછા બતાવ્યા, જેથી અલ્લાહ તઆલા આ કાર્યને પૂરું કરી દે, જે કરવાનું જ હતું અને દરેક કાર્ય અલ્લાહ તરફ જ ફેરવવામાં આવે છે.

﴿يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمْ فِئَةً فَاثْبُتُوا وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَعَلَّكُمْ تُفْلِحُونَ﴾

૪૫) હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે કોઇ વિરોધી લશ્કર સાથે લડાઇ કરવા લાગો તો અડગ રહો અને અલ્લાહને ખૂબ જ યાદ કરો, જેથી તમને સફળતા પ્રાપ્ત થાય.

﴿وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَنَازَعُوا فَتَفْشَلُوا وَتَذْهَبَ رِيحُكُمْ ۖ وَاصْبِرُوا ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ﴾

૪૬) અલ્લાહ અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરતા રહો, અંદરોઅંદર ન ઝઘડો, નહીં તો કાયર થઇ જશો અને તમારી હવા ઊખડી જશે અને ધીરજ રાખો, નિ:શંક અલ્લાહ તઆલા ધીરજ રાખનારાઓ સાથે છે.

﴿وَلَا تَكُونُوا كَالَّذِينَ خَرَجُوا مِنْ دِيَارِهِمْ بَطَرًا وَرِئَاءَ النَّاسِ وَيَصُدُّونَ عَنْ سَبِيلِ اللَّهِ ۚ وَاللَّهُ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ﴾

૪૭) તે લોકો જેવા ન થઇ જાવ જેઓ ઇતરાઇને અને લોકો સામે પ્રદર્શન કરતા પોતાના ઘરો માંથી નીકળતા હતા અને અલ્લાહના માર્ગથી રોકતા હતા, જે કંઈ પણ તેઓ કરી રહ્યા છે, અલ્લાહ તેને ઘેરાવમાં લેવાનો છે.

﴿وَإِذْ زَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ وَقَالَ لَا غَالِبَ لَكُمُ الْيَوْمَ مِنَ النَّاسِ وَإِنِّي جَارٌ لَكُمْ ۖ فَلَمَّا تَرَاءَتِ الْفِئَتَانِ نَكَصَ عَلَىٰ عَقِبَيْهِ وَقَالَ إِنِّي بَرِيءٌ مِنْكُمْ إِنِّي أَرَىٰ مَا لَا تَرَوْنَ إِنِّي أَخَافُ اللَّهَ ۚ وَاللَّهُ شَدِيدُ الْعِقَابِ﴾

૪૮) જ્યારે શેતાન તેઓના કાર્યોને તેમના માટે ઉત્તમ બતાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે લોકો માંથી કોઇ પણ આજે તમારા પર વિજય પ્રાપ્ત નથી કરી શકતા, હું પોતે પણ તમારી મદદ કરનાર છું, પરંતુ જ્યારે બન્ને લશ્કર સામ-સામે આવી ગયા તો, પોતાની એડી વડે પાછળ હટી ગયો અને કહેવા લાગ્યો કે હું તો તમારાથી અળગો છું, હું તે જોઇ રહ્યો છું જે તમે નથી જોઇ રહ્યા, હું અલ્લાહથી ડરુ છું અને અલ્લાહ તઆલા સખત યાતના આપનાર છે.

﴿إِذْ يَقُولُ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ غَرَّ هَٰؤُلَاءِ دِينُهُمْ ۗ وَمَنْ يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَإِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ﴾

૪૯) જ્યારે ઢોંગીઓ કહી રહ્યા હતા અને તેઓ પણ જેઓના હૃદયોમાં બિમારી હતી, કે તેઓને તેઓના ધર્મએ ધોકામાં રાખ્યા છે, જે કોઇ અલ્લાહ પર ભરોસો કરે, નિ:શંક અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે.

﴿وَلَوْ تَرَىٰ إِذْ يَتَوَفَّى الَّذِينَ كَفَرُوا ۙ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ وَذُوقُوا عَذَابَ الْحَرِيقِ﴾

૫૦) કાશ કે તમે જોતાં જ્યારે ફરિશ્તાઓ ઇન્કાર કરનારાઓના પ્રાણ કાઢી રહ્યા હતા, તેઓના ચહેરા પર અને થાપા પર માર મારે છે, (અને કહે છે) કે તમે બળવાની સજા ભોગવો.

﴿ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِلْعَبِيدِ﴾

૫૧) આ એ (કાર્યો)ના બદલામાં જે તમારા હાથોએ પહેલાથી જ મોકલી રાખ્યા છે, નિ:શંક અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર અત્યાચાર કરવાવાળો નથી.

﴿كَدَأْبِ آلِ فِرْعَوْنَ ۙ وَالَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ كَفَرُوا بِآيَاتِ اللَّهِ فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ ۗ إِنَّ اللَّهَ قَوِيٌّ شَدِيدُ الْعِقَابِ﴾

૫૨) ફિરઔનના લોકોની સ્થિતિ જેવી અને તેમના આગળના લોકો જેવી, કે તેઓએ અલ્લાહની આયતોનો ઇન્કાર કર્યો, બસ ! અલ્લાહએ તેમના પાપોના કારણે તેઓને પકડી લીધા, અલ્લાહ તઆલા ખરેખર તાકાતવાળો અને સખત યાતના આપનાર છે.

﴿ذَٰلِكَ بِأَنَّ اللَّهَ لَمْ يَكُ مُغَيِّرًا نِعْمَةً أَنْعَمَهَا عَلَىٰ قَوْمٍ حَتَّىٰ يُغَيِّرُوا مَا بِأَنْفُسِهِمْ ۙ وَأَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ﴾

૫૩) આ એટલા માટે કે અલ્લાહ તઆલા એવો નથી કે કોઇ કોમ પર કોઇ નેઅમત આપ્યા પછી તેને છીનવી લે, ત્યાં સુધી કે તે લોકો પોતે પોતાની સ્થિતિની ન બદલી લે, જે તેમની હતી, અને એ કે અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.

﴿كَدَأْبِ آلِ فِرْعَوْنَ ۙ وَالَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ كَذَّبُوا بِآيَاتِ رَبِّهِمْ فَأَهْلَكْنَاهُمْ بِذُنُوبِهِمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ ۚ وَكُلٌّ كَانُوا ظَالِمِينَ﴾

૫૪) ફિરઔન અને તેના પહેલાના લોકોની સ્થિતિ જેવી, તેઓએ પોતાના પાલનહારની વાતોને જુઠલાવી, બસ! તે લોકોના પાપોના કારણે અમે તેઓને નષ્ટ કરી દીધા અને ફિરઔનના લોકોને ડુબાડી દીધા, આ સૌ અત્યાચારીઓ હતા.

﴿إِنَّ شَرَّ الدَّوَابِّ عِنْدَ اللَّهِ الَّذِينَ كَفَرُوا فَهُمْ لَا يُؤْمِنُونَ﴾

૫૫) દરેક સજીવો માંથી સૌથી ખરાબ અલ્લાહની નજરમાં તે છે જે ઇન્કાર કરે, પછી તે ઈમાન ન લાવે.

﴿الَّذِينَ عَاهَدْتَ مِنْهُمْ ثُمَّ يَنْقُضُونَ عَهْدَهُمْ فِي كُلِّ مَرَّةٍ وَهُمْ لَا يَتَّقُونَ﴾

૫૬) જેમની પાસેથી તમે વચન લઇ લીધું, પછી પણ તેઓ દરેક વખતે વચનભંગ કરે છે અને જરાય ડરતા નથી.

﴿فَإِمَّا تَثْقَفَنَّهُمْ فِي الْحَرْبِ فَشَرِّدْ بِهِمْ مَنْ خَلْفَهُمْ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ﴾

૫૭) બસ ! જ્યારે પણ તમે તેઓ પર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરો, તેઓને એવો માર મારો કે તેઓના પાછળના લોકો પણ ભાગી જાય, કદાચ તેઓ શિખામણ પ્રાપ્ત કરે.

﴿وَإِمَّا تَخَافَنَّ مِنْ قَوْمٍ خِيَانَةً فَانْبِذْ إِلَيْهِمْ عَلَىٰ سَوَاءٍ ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْخَائِنِينَ﴾

૫૮) અને જો તમને કોઇ કોમના દગાનો ભય હોય તો, બરાબરની સ્થિતિમાં તેઓ સાથેનું વચન તોડી નાંખો, અલ્લાહ તઆલા દગાખોરોને પસંદ નથી કરતો.

﴿وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا سَبَقُوا ۚ إِنَّهُمْ لَا يُعْجِزُونَ﴾

૫૯) ઇન્કાર કરનારા એવું ન વિચારે કે તેઓ ભાગી નીકળશે, ખરેખર તેઓ લાચાર નથી કરી શકતા.

﴿وَأَعِدُّوا لَهُمْ مَا اسْتَطَعْتُمْ مِنْ قُوَّةٍ وَمِنْ رِبَاطِ الْخَيْلِ تُرْهِبُونَ بِهِ عَدُوَّ اللَّهِ وَعَدُوَّكُمْ وَآخَرِينَ مِنْ دُونِهِمْ لَا تَعْلَمُونَهُمُ اللَّهُ يَعْلَمُهُمْ ۚ وَمَا تُنْفِقُوا مِنْ شَيْءٍ فِي سَبِيلِ اللَّهِ يُوَفَّ إِلَيْكُمْ وَأَنْتُمْ لَا تُظْلَمُونَ﴾

૬૦) તમે તેમની સાથે યુદ્ધ માટે પોતાની શક્તિ પ્રમાણે તૈયારી કરો અને ઘોડાઓને પણ તૈયાર રાખો, જેથી તમે તેના વડે અલ્લાહના અને પોતાના શત્રુઓને ભયભીત કરી શકો અને તેમના સિવાય બીજા લોકોને પણ, જેમને તમે નથી જાણતા, અલ્લાહ તઆલા તેઓને ખૂબ સારી રીતે જાણે છે, જે કંઈ પણ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરશો, તે તમને પૂરેપૂરું આપવામાં આવશે અને તમારો અધિકાર છીનવી લેવામાં નહીં આવે.

﴿۞ وَإِنْ جَنَحُوا لِلسَّلْمِ فَاجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ﴾

૬૧) જો તેઓ સમાધાન તરફ ઝૂકી જાય તો, તમે પણ સમાધાન કરવા માટે ઝૂકી જાવ અને અલ્લાહ પર ભરોસો રાખો, નિ:શંક તે ઘણો જ સાંભળનાર, જાણનાર છે.

﴿وَإِنْ يُرِيدُوا أَنْ يَخْدَعُوكَ فَإِنَّ حَسْبَكَ اللَّهُ ۚ هُوَ الَّذِي أَيَّدَكَ بِنَصْرِهِ وَبِالْمُؤْمِنِينَ﴾

૬૨) જો તે લોકો તમારી સાથે દગો કરવા ઇચ્છશે તો, અલ્લાહ તમારા માટે પૂરતો છે, તેણે જ પોતાની મદદ વડે અને ઈમાનવાળાઓના સહકારથી તમારી મદદ કરી છે.

﴿وَأَلَّفَ بَيْنَ قُلُوبِهِمْ ۚ لَوْ أَنْفَقْتَ مَا فِي الْأَرْضِ جَمِيعًا مَا أَلَّفْتَ بَيْنَ قُلُوبِهِمْ وَلَٰكِنَّ اللَّهَ أَلَّفَ بَيْنَهُمْ ۚ إِنَّهُ عَزِيزٌ حَكِيمٌ﴾

૬૩) તેમના હૃદયોમાં મોહબ્બત પણ તેણે જ ભરી છે, ધરતીમાં જે કંઈ પણ છે તે બધું જ જો તમે ખર્ચ કરી દેતા તો પણ તેઓના હૃદયોને મેળવી ન શકતા. આ તો અલ્લાહએ જ તેઓમાં મોહબ્બત નાખી, તે વિજયી, હિકમતવાળો છે.

﴿يَا أَيُّهَا النَّبِيُّ حَسْبُكَ اللَّهُ وَمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ﴾

૬૪) હે પયગંબર ! તમારા માટે અલ્લાહ પૂરતો છે અને તે ઈમાનવાળાઓ માટે જે તમારું અનુસરણ કરી રહ્યા છે.

﴿يَا أَيُّهَا النَّبِيُّ حَرِّضِ الْمُؤْمِنِينَ عَلَى الْقِتَالِ ۚ إِنْ يَكُنْ مِنْكُمْ عِشْرُونَ صَابِرُونَ يَغْلِبُوا مِائَتَيْنِ ۚ وَإِنْ يَكُنْ مِنْكُمْ مِائَةٌ يَغْلِبُوا أَلْفًا مِنَ الَّذِينَ كَفَرُوا بِأَنَّهُمْ قَوْمٌ لَا يَفْقَهُونَ﴾

૬૫) હે પયગંબર ! ઈમાનવાળાઓને જેહાદ માટે પ્રોત્સાહિત કરો, જો તમારામાં વીસ લોકો પણ ધીરજ રાખનારા હશે, તો બસો પર વિજય મેળવશે અને જો તમારામાં એક સો હશે તો એક હજાર ઇન્કાર કરનારાઓ પર વિજય મેળવશે, એટલા માટે કે તે અણસમજુ લોકો છે.

﴿الْآنَ خَفَّفَ اللَّهُ عَنْكُمْ وَعَلِمَ أَنَّ فِيكُمْ ضَعْفًا ۚ فَإِنْ يَكُنْ مِنْكُمْ مِائَةٌ صَابِرَةٌ يَغْلِبُوا مِائَتَيْنِ ۚ وَإِنْ يَكُنْ مِنْكُمْ أَلْفٌ يَغْلِبُوا أَلْفَيْنِ بِإِذْنِ اللَّهِ ۗ وَاللَّهُ مَعَ الصَّابِرِينَ﴾

૬૬) હવે અલ્લાહ તમારો ભાર હળવો કરે છે, તે ખૂબ જાણે છે કે તમારામાં નબળાઇ છે, બસ ! જો તમારામાં એક સો લોકો ધીરજ રાખનારા હશે, તો તે બસો પર વિજય મેળવશે અને જો તમારામાં એક હજાર લોકો હશે તો તે અલ્લાહના આદેશથી બે હજાર પર વિજય મેળવશે, અલ્લાહ ધીરજ રાખનાર લોકોની સાથે છે.

﴿مَا كَانَ لِنَبِيٍّ أَنْ يَكُونَ لَهُ أَسْرَىٰ حَتَّىٰ يُثْخِنَ فِي الْأَرْضِ ۚ تُرِيدُونَ عَرَضَ الدُّنْيَا وَاللَّهُ يُرِيدُ الْآخِرَةَ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ﴾

૬૭) પયગંબરને કેદીની આવશ્કતા નથી ત્યાં સુધી કે શહેરમાં ઘમસાણ યુદ્ધ ન થઇ જાય, તમે તો દુનિયાનું ધન ઇચ્છો છો અને અલ્લાહનો વિચાર આખેરતનો છે, અને અલ્લાહ તત્વદર્શી, હિકમતવાળો છે.

﴿لَوْلَا كِتَابٌ مِنَ اللَّهِ سَبَقَ لَمَسَّكُمْ فِيمَا أَخَذْتُمْ عَذَابٌ عَظِيمٌ﴾

૬૮) જો પહેલાથી જ અલ્લાહ તરફથી વાત લખેલી ન હોત તો, જે કંઈ પણ તમે લીધું છે તે વિશે તમને એક મોટી સજા થાત.

﴿فَكُلُوا مِمَّا غَنِمْتُمْ حَلَالًا طَيِّبًا ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ﴾

૬૯) બસ ! જે કંઈ પણ હલાલ અને પવિત્ર ગનીમત તમે પ્રાપ્ત કરી હોય, તેને ખાઓ, અને અલ્લાહથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે.

﴿يَا أَيُّهَا النَّبِيُّ قُلْ لِمَنْ فِي أَيْدِيكُمْ مِنَ الْأَسْرَىٰ إِنْ يَعْلَمِ اللَّهُ فِي قُلُوبِكُمْ خَيْرًا يُؤْتِكُمْ خَيْرًا مِمَّا أُخِذَ مِنْكُمْ وَيَغْفِرْ لَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ﴾

૭૦) હે પયગંબર ! પોતાના કેદીઓને કહી દો કે જો અલ્લાહ તઆલા તમારા હૃદયોમાં સારો ઇરાદો જોશે તો જે કંઈ પણ તમારી પાસેથી લેવામાં આવ્યું છે તેના કરતા ઉત્તમ તમને આપશે, અને સાથે સાથે પાપ પણ માફ કરી દેશે અને અલ્લાહ માફ કરનાર, દયાળુ તો છે જ.

﴿وَإِنْ يُرِيدُوا خِيَانَتَكَ فَقَدْ خَانُوا اللَّهَ مِنْ قَبْلُ فَأَمْكَنَ مِنْهُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ﴾

૭૧) અને જો તેઓ તમારી સાથે દગો કરવાનો ઇરાદો કરશે તો, એ પોતે તો આ પહેલા અલ્લાહ સાથે દગો કરી ચૂક્યા છે, છેવટે અલ્લાહએ તેમને કેદી બનાવી દીધા અને અલ્લાહ જ્ઞાની અને હિકમતવાળો છે.

﴿إِنَّ الَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ فِي سَبِيلِ اللَّهِ وَالَّذِينَ آوَوْا وَنَصَرُوا أُولَٰئِكَ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ وَالَّذِينَ آمَنُوا وَلَمْ يُهَاجِرُوا مَا لَكُمْ مِنْ وَلَايَتِهِمْ مِنْ شَيْءٍ حَتَّىٰ يُهَاجِرُوا ۚ وَإِنِ اسْتَنْصَرُوكُمْ فِي الدِّينِ فَعَلَيْكُمُ النَّصْرُ إِلَّا عَلَىٰ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُمْ مِيثَاقٌ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ﴾

૭૨) જે લોકો ઈમાન લાવ્યા અને હિજરત કરી અને પોતાના ધન તથા પ્રાણ વડે અલ્લાહના માર્ગમાં જેહાદ કર્યું અને જે લોકોએ તેમને શરણ આપ્યું અને મદદ કરી, આ દરેક એકબીજાના મિત્રો છે, અને જેઓ ઈમાન તો લાવ્યા છે પરંતુ હિજરત નથી કરી, તમારા માટે તેમની મિત્રતા કંઈ પણ નથી, જ્યાં સુધી કે તેઓ હિજરત ન કરે, હાં જો તેઓ તમારી પાસે દીન વિશે મદદ માંગે તો તમારા માટે મદદ કરવી ફરજિયાત છે, સિવાય તે લોકો માટે કે તમારું વચન જે લોકો સાથે છે, તમે જે કંઈ કરી રહ્યા છો અલ્લાહ તેને જોઇ રહ્યો છે.

﴿وَالَّذِينَ كَفَرُوا بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ إِلَّا تَفْعَلُوهُ تَكُنْ فِتْنَةٌ فِي الْأَرْضِ وَفَسَادٌ كَبِيرٌ﴾

૭૩) ઇન્કાર કરનારાઓ એકબીજાના મિત્રો છે, જો તમે આવું ન કર્યું તો શહેરમાં ઉપદ્રવ ફેલાશે અને ઘમસાણ લડાઇ થશે.

﴿وَالَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ وَالَّذِينَ آوَوْا وَنَصَرُوا أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا ۚ لَهُمْ مَغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ﴾

૭૪) જે લોકો ઈમાન લાવ્યા અને હિજરત કરી અને અલ્લાહના માર્ગમાં જેહાદ કર્યુ અને જે લોકોએ શરણ આપ્યું અને મદદ કરી, આ જ લોકો સાચા ઈમાનવાળાઓ છે તેઓ માટે માફી છે અને ઈજજતવાળી રોજી.

﴿وَالَّذِينَ آمَنُوا مِنْ بَعْدُ وَهَاجَرُوا وَجَاهَدُوا مَعَكُمْ فَأُولَٰئِكَ مِنْكُمْ ۚ وَأُولُو الْأَرْحَامِ بَعْضُهُمْ أَوْلَىٰ بِبَعْضٍ فِي كِتَابِ اللَّهِ ۗ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ﴾

૭૫) અને જે લોકો તે પછી ઈમાન લાવ્યા અને હિજરત કરી અને તમારી સાથે મળીને જેહાદ કર્યું, બસ ! આ લોકો પણ તમારા માંથી જ છે અને સગાં સંબંધી તેઓ માંથી કેટલાક કેટલાકની નજીક છે, અલ્લાહના આદેશથી, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુની જાણ રાખનાર છે.

الترجمات والتفاسير لهذه السورة: